- સવારે 06:00આગમન
- સવારે 09:00 થી 12:30દિપ પ્રાગટ્ય, સ્વાગત સભા
- સાંજે 04:00 થી 07:30સ્વામીશ્રીના ગુણાનુગાન
- રાત્રે 09:00 થી 11:00સાંસ્કૃતિક કાર્યક્રમ
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
આમંત્રણ પત્રિકા
અનંત આભ ને ચીરી ને, અનંત ધામ ને ભૂલીને,
એક ઓલિયો છે..ક અહીં લુંટાવવાને આવ્યો છે.
તો ચાલો આપણે પણ એકલપેટા મટી, સૌ સામટા ભેળા રહી,
હૈયાના પાતાળીયા કુવાને આંખો થી વરસાવતા,
અમીરસથી છલકાવવા અધીરા બનીએ.
કેવું સુમધુર છે મહંતસ્વામીનું સ્વરૂપ !
સ્વયં ધામનાં ધણીએ ધર્યું અલૌકિક રસઘન આ રૂપ !
કર્યા છે અમ સૌને નિજ સ્વરૂપ માં તદ્રૂપ !
યોગીજીનાં આ અદ્ભુત સ્વરૂપને પામવાં ને વળી માણવાં
આકાશમાં ઘનઘોર અવસર જામ્યો છે,
ત્યારે આપણે સૌ આત્માને ભીંજવવા ને સ્વરૂપને પામવા
પ્રગટ અને પ્રત્યક્ષ ગુરુરૂપ હરિનાં
૯૪માં દિવ્યાતિદિવ્ય પ્રાગટ્ય મહોત્સવમાં
આજ્ઞા-ઉપાસના રૂપી પાંખો થી સત્વરે ઇન્દોર મુકામે પહોંચીને
યોગી બાપાના આ લાડકવાયા લાલ નું ઋણ અદા કરીએ…
સ્વામીશ્રીનાં પ્રગટ ઉપાસકો ને હર્ષાશ્રુરૂપી મોતી થી
વધાવવા માટે થનગની રહ્યું
એમ. એસ. પરિવાર
“મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ,
આનંદ અંતર છાઈ રહ્યો…”
સુહૃદભાવ ની પળે પળે…
- સવારે 09:00 થી 12:30મહિલા સંમેલન / સત્સંગ ગોષ્ઠી
- સાંજે 04:00 થી 07:00શોભાયાત્રા
- રાત્રે 09:30 થી 11:00સાંસ્કૃતિક કાર્યક્રમ
- પ્રભાત 07:10પ્રાદુર્ભાવ આરતી, વિશિષ્ટ ગુરુપૂજન
- સવારે 08:30અવકાશ સંદેશ
- સવારે 09:00 થી 12:30કેશવ ચરિત્રામૃત કથા, અન્નકુટ / મહાઆરતી
- સાંજે 04:00 થી 07:00સાંસ્કૃતિક ભક્તિ હેલી
- રાત્રે 09:00 થી 01:00કીર્તન આરાધના, પ્રાગટ્યોત્સવ મહાઆરતી
- સવારે 08:00તીર્થાટન માટે પ્રયાણ, ભાવભીની વિદાય
આપ ના પરિવારનુ રજીસ્ટ્રેશન કરાવો
પ્રાગટ્ય મહોત્સવમાં પધારનાર હરિભક્તો માટે રજીસ્ટ્રેશન ફોર્મ — શહેર, મોબાઈલ નંબર અને પરિવારની વિગતો સાથે.
રજિસ્ટ્રેશન માટે ક્લિક કરોમાત્ર 2 મિનિટમાં પૂર્ણ થાય તેવું ફોર્મ